પ્રિયકાન્ત મણિયાર ~ કંચુકીબંધ છૂટ્યા Priyakant Maniyar

કંચુકીબંધ છૂટ્યા ને હટ્યું જ્યાં હીર-ગુંઠન
હૈયાનાં લોચનો જેવાં દીઠાં બે તાહરાં સ્તન.
વૃત્તિઓ પ્રેમની સર્વ કેન્દ્રિત થઈ જ્યાં રહી;
પ્રીતના પક્ષીનો માળો રાતી નીલી નસો મહીં.

અગમ્ય રૂપનાં કિન્તુ ત્વચા તો પારદર્શક,
મનનાં લોહને મારાં ચુંબક જેમ કર્ષક.
દીસંત આમ તો જાણે ઘાટીલી નાની ગાગર,
જાણું છું ત્યાં જ છૂપા છે શક્તિના સાત સાગર !

મન્મથ-મેઘ ઘેરાતા કાયાના વ્યોમમાં લસે,
તારા ત્યાં સ્તનના જાણે મોરલા ગ્હેકી ઊઠશે !
દીઠું મેં એવું એવું કૈં ભાવિ ને ગત કાલની
વસંતો ઊર્મિઓ વેરે સાંપ્રતે હ્યાં જ વ્હાલની;
કંચુકીબંધ છૂટ્યા ને

રહસ્યબંધને બાંધ્યો…

~ પ્રિયકાન્ત મણિયાર

શૃંગારરસ જાણે સોળે કળાએ ખીલ્યો છે…..

3 Responses

  1. ઉમેશ જોષી says:

    વાહ… વાહ… વાહ.

  2. અદભુત રચના…

  3. 'સાજ' મેવાડા says:

    ખૂબ જ સરસ પ્રણયાનુભૂતિની રયના..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: