પ્રિયકાન્ત મણિયાર ~ ગાલ્લું Priyakant Maniyar

ઊભાં છાનાં ઝાડ :
અંધકારના ઊંચા-નીચા પ્હાડ,
ઉપર અળગો તારક-દરિયો ડ્હોળો,
ખાંસી ચડેલી વૃદ્ધ કાયનું વળ્યું કોકડું-
ચંદ્ર પડ્યો શું મોળો!

ભાતભાતના ભગ્ન વિચારો મુજમાંથી બહુ જાય વછૂટી
વાદળરૂપે હાર એની તે હજી ન તૂટી!
પવન પંખી શો : કિન્તુ કાપી પ્હોળી કોણે પાંખ?
એક પછી એક હજી અધિકી ઉજાગરામાં ઊગતી મારે આંખ!
દૂર ઘંટના થાય ટકોરા : વાગ્યા ત્રણ કે ચાર
એક નાનકી ઠેસ ખાઈને કાળ પસાર,
ચોકીદારની લાકડીઓનાં લથડે-ખખડે પગલાં
લાલટેનને હવે બગાસાં ઢગલા;
ઠર્યા દીવાની વાટ સરીખા ચીલા ટાઢા રામ,
ભવિષ્યનો શું ભાર લઈને-
પરોઢ કેરું ગાલ્લું આવ્યું ગામ?

~ પ્રિયકાન્ત મણિયાર

2 Responses

  1. ઉમેશ જોષી says:

    ખૂબ સરસ રચના છે.

  2. 'સાજ' મેવાડા says:

    ધણી વાર આવી રચના સમજવી અઘરી પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: