દતાત્રેય ભટ્ટ ~ ગઝલ

ગજાથી વધારે પીધાં ઝાંઝવાં છે,
બધાં તે દી’થી રણ લાગ્યાં હાંફવાં છે

શબદમાં પડેલા પહાડોના શિખર,
તળેટીમાં રહીને આજ આંબવાં છે.

ખરી ધૂળ ભેગાં મળી જે ગયાં છે,
ફરી આંસુઓ પાપણે ટાંગવાં છે.

બનાવીને દોરો સૂરજના કિરણનો,
એ ઝાકળ હવાના પગે બાંધવાં છે.

ખડક થૈ ગયેલી આ સૂકી લીલાશે,
હરખથી નીતરતાં ઝરણ ટાંકવાં છે.

~ દત્તાત્રય ભટ્ટ

4 thoughts on “દતાત્રેય ભટ્ટ ~ ગઝલ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *