વિનોદ ગાંધી ~ અત્તર અને કતર

એક આદમી ફૂલો વેચે, બીજો આદમી અત્તર,
એક આદમી કપાસ વેચે, બીજો આદમી કસ્તર!

કોઈ વેચે સુગંધ, કોઈ
સુગંધનો આભાસ,
કોઈનો રસ ધરતી છે ને
કોઈનો આકાશ,
કોઈ સપાટી શોધે છે ને કોઈ શોધતું છત્તર!
કોઈ આદમી કપાસ વેચે, કોઈ આદમી કસ્તર!

એકમેકમાં ભળી ગયેલા
સાચજૂઠના તાણા,
બંટી સાથે ભળ્યો બાજરો
ખરા કયા છે દાણા?
એક મંત્ર અણિશુદ્ધ ભણે છે, બીજો કરે છે જંતર,
એક આદમી ફૂલો વેચે, બીજો આદમી અત્તર!

~ વિનોદ ગાંધી

3 thoughts on “વિનોદ ગાંધી ~ અત્તર અને કતર”

  1. 'સાજ' મેવાડા

    ખૂબ જ સરસ ગીત, “એક આદમી ફૂલો વેચે, બીજો આદમી અત્તર!” વાહ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *