આદિલ મન્સૂરી ~ આપનું મુખ

આપનું મુખ જોઈ મનમાં થાય છે
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું  મન  ઘણું  યે  થાય  છે
આંખ ખોલું છું તો સ્વપ્નાં જાય છે

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે.

આપ શું સમજો હૃદયની વાતમાં ?
આપને ક્યાં દર્દ જેવું  થાય  છે?

દુઃખ પડે છે એનો ‘આદિલ’ ગમ ન કર
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

~ આદિલ  મન્સૂરી

2 thoughts on “આદિલ મન્સૂરી ~ આપનું મુખ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *