મનહર મોદી ~ તારો વિશેષ * Manhar Modi

તારો વિશેષ સ્પર્શ ફરી માણવા મળે
આકાશ હોય આંખમાં ને ચાલવા મળે

તડકો ટચાક ટેરવે ઝૂલે ને ગણગણે
મારી સમીપ એમ મને આવવા મળે

ખખડે છે દ્વાર એમનાં આવાગમન સમાં
સાચે કશું ન હોય છતાં આવ-જા મળે

ટુકડો સુંવાળું સુખ મને ના કામનું જરા
આખું મળે તો થાય, તને આપવા મળે

ઊગે છે કોઈ આંખમાં એવાંય સ્વપ્ન બે
એક દેખવાં મળે ને બીજું દાઝવાં મળે

~ મનહર મોદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: