ચન્દા રાવળ ~ એ જ વાત

બસ,
એ જ વાત ના છેડો.
શીદને ચાહું, શી વિધ ચાહું, કેમ સહું તમ ચેડો.
એ જ વાત ના છેડો
માધવ, એ જ વાત ના છેડો.

કદમ્બ-વૃક્ષે પાન ફૂટતાં, જમુના જલમાં લ્હેરો
મધુવનની વાટે પથરાતો, પ્રણય, પ્રિયા તમ ઘેરો
ક્યાંય નહીં ત્યાં કેડો
બેય નયનમાં રોપ્યા તમને, ઊગ્યો મબલક નેડો!

વળી વળીને પૂછો શાને? હોઠ મરકતાં લાગે.
જાણે ફૂલ ઊપર કો’ ભમરો, ડંખ દિયે અનુરાગે.
મુજને ના છંછેડો.
બેઉ ઓષ્ઠમાં ગોપ્યા તમને; ગુંજ્યો મનનો મેડો.

બસ, એ જ વાત ના છેડો.
બેઉ નજરમાં પ્રોવી અમને હ્રદયદુવારે તેડો,
માધવ, હૃદયદુવારે તેડો!

~ ચન્દા રાવળ

કેવી સરસ વાત! પ્રેમના આરણ-કારણ હોય જ નહીં. હૃદયથી હૃદય મળે અને જે ઉત્કટતા જાગે એને જ વધાવવાની હોય…..

1 Response

  1. ખૂબ સરસ ગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: