હરીન્દ્ર દવે ~ કઈ અણજાણી લ્હેર

કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ

હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ!

જરા ઝૂકીને જોઈ રહે જોઈ કાંચનાર

અને ટહુકીને પૂછે કોઈ પંખી લગાર,

જાણે લજ્જાની વેલ લાલલાલ કરી ગઈ

કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!

જરા લંબાઈ મારગડે જોઈ લીધું કૈંક

પેલાં કિરણોએ ઝાકળપિયાલે પીધું કૈંક,

ભાન ભૂલેલી સાનનો કમાલ કરી ગઈ

કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!  

~ હરીન્દ્ર દવે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *