અમૃત ઘાયલ ~ આજે

ક્યાં સાંભળું છું હું પણ દિલની પુકાર આજે

ભટકું છું લાગણીની દુનિયા બહાર આજે.

પાછો ડૂબી રહ્યો છું કર બેડો પાર આજે
કાયમ ઉગારનારા આવી ઉગાર આજે.

બોલી અમે બધાને તક આપી બોલવાની
દુનિયા કરી રહી છે વાતો હજાર આજે.

બદનામીમાં છૂપી છે લિજ્જતશી રામ જાણે
બદનામ થઇ જીવે છે કંઇ નામદાર આજે.

શ્રોતા તો શ્રોતા ‘ઘાયલ’ તારી ગઝલ સુણીને,
તડપી ગયા સભામાં સાહિત્યકાર આજે.

~ અમૃત ઘાયલ

2 thoughts on “અમૃત ઘાયલ ~ આજે”

  1. આ શૅર કેટલો સામ્પ્રત લાગે છે.
    “સ્વતંત્રતા નામે સ્વચ્છંદતા વધી છે

    છૂપો વિકાસમાં છે કેવળ વિકાર આજે”
    .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *