હસમુખ પાઠક ~ તું હું વચ્ચે

તું-હું વચ્ચે
વિરહ દીવાલ.

રોજ શબ્દ-ટકોરા પાડું
તું સાંભળ.

રોજ કાન માંડું,
તને સાંભળવા.

મારા શબ્દ સામે
તારા બોલ મૌનના.

ન તૂટે વિરહ
ન ખૂટે વહાલ.

~  હસમુખ પાઠક

છેલ્લા બંધમાં કેવું સરસ મજાનું કાવ્ય નીપજી આવે છે.

કવિના જન્મદિવસે સ્મૃતિવંદના.

5 thoughts on “હસમુખ પાઠક ~ તું હું વચ્ચે”

  1. મનોહર ત્રિવેદી

    નમેલી સાંજના કવિને સ્મૃતિવંદન.
    હસમુખભાઈના નાનકડા સંગ્રહે છઠ્ઠા દાયકામાં હલચલ મચાવેલી.

  2. હરીશ દાસાણી.મુંબઈ

    ઉત્તમ કાવ્ય. વિરહ અને વહાલ ઓછા શબ્દો અને અગાધ મૌનથી વ્યક્ત થાય છે-પૂર્ણ સામર્થ્ય અને સૌંદર્યનિષ્ઠાથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *