ગુણવંત ઉપાધ્યાય ~ નામ ચર્ચાયાં
નામ ચર્ચાયાં કરે પણ કામ ચર્ચાતાં નથી;
આપણા ઈતિહાસ ખુલ્લેઆમ ચર્ચાતા નથી.
કેટલાં મળતાં તણખલાં એક માળો સંભવે-
પાંખ;પંખી; પ્રજ્વલિત પરિણામ ચર્ચાતાં નથી.
શાન્ત ચિત્તે જ્યાં વસું છું એવાં ખાલી ઘર વિશે-
સૌ કરે ચણભણ, ભર્યાં ગોદામ ચર્ચાતાં નથી.
સ્વચ્છતા; સગવડ વિશે આ શહેરનું જોયું વલણ?
માટીમેલાં કોઈ ચહેરા-ગામ ચર્ચાતાં નથી.
ડાયનિંગ ટેબલ સજાવી અન્ય ચર્ચા થઈ શકે;
ખાલીખમ ચૂલે ચઢેલાં ઠામ ચર્ચાતાં નથી. –
~ ગુણવંત ઉપાધ્યાય
સમાજની વિસંગતિ પર કવિનો એક હળવો ઈશારો. આ સતયુગથી ચાલી આવતી પરંપરા છે અને માનવજીવનના અસ્તિત્વ સુધી રહેવાની. ખાલીખમ ઠામ, ડાઈનિંગ ટેબલ પર નહીં જ ચર્ચાય પણ ફોટોગ્રાફરોની ખિતાબધારક તસવીરોમાં, સુખમાં આળોટતા પત્રકારોના લેખોમાં, એશ કરતાં ટીવીના એંકરોની વાણીમાં ને પંચાતિયા લોકોના વિડિયોમાં જરૂર ચમકવાના !!
આખી ગઝલ સરસ પણ બીજો શેર વધુ ગમ્યો.
10.2.21
વારિજ લુહાર
13-04-2021
ગુણવંત ઉપાધ્યાય ની ખૂબ સરસ રચના માણવી ગમી.
પ્રતિભાવો