હાલરડું ~ એક નાનું સરીખડું 

એક નાનું સરીખડું ~ હાલરડું

એક નાનું સરીખડું બાળ રે મા !
આવ્યું છે આપણે આંગણીએ. -આવ્યું છે….
એને નમ્યેથી પ્રાછત જાય રે મા!
આવ્યું છે આપણે આંગણીએ. -આવ્યું છે….
એને માથે મેવાડાં મોળિયાં,
એને ખંભે ખાંતીલા ખેસ રે મા.-આવ્યું છે….
એને કાને તે કુંડળ ઝળકંતાં,
કોટે કૌસ્તુભમણિનો હાર રે મા.-આવ્યું છે…

એની બાંયે બાજુબંધ બેરખા,
 એની દસે આંગળીએ વેઢ રે મા.  – આવ્યું છે..
એને પગે રાઠોડી મોજડી.
એની ચટકતી છે ચાલ્ય રે મા.  – આવ્યું છે..

બહેન ભાઈને માટે હાલરડું ગાય છે.

OP 14.3.22

આભાર

22-03-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

14-03-2022

ભાઈને જુવાન કલ્પીને રચાયેલું આ હાલરડું છે.

છબીલભાઇ ત્રિવેદી

14-03-2022

આજનુ બહેન ભાઈ ના અતુટ સ્નેહ નુ હાલરડુ ખુબ માણવા લાયક ભાઈ બહેન નો સંબંધ તો અેક સિક્કા ની બે બાજુ સમાન છે ખુબ આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: