અવિનાશ વ્યાસ ~ દયાના સાગર * Avinash Vyas

દયાના સાગર થઇને ~ અવિનાશ વ્યાસ

દયાના સાગર થઇને, કૃપા રે નીધાન થઇને
છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા રે કાન તમે ક્યાંના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇને વગડો રે વેઠ્યો

એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ પત્નીને પરખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજીએ રાવણને હરાવ્યો
દૈત્યોના દેશમાં નિરાધાર નારી તો’યે
દશ મંથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજયનો લૂટ્યો લ્હાવો

મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.

~ અવિનાશ વ્યાસ

આજે રામનવમી. ભગવાન રામને વંદના સહ

OP 10.4.22

કાવ્ય : અવિનાશ વ્યાસ સંગીત અવિનાશ વ્યાસ સ્વર : ઐશ્વર્યા મજમુદાર

OP 10.4.22

****

દીપક વાલેરા

10-04-2022

અમર રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: