હાલરડું ~ તમે મારાં દેવનાં

હાલરડું ~ તમે મારાં દેવનાં

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,
આવ્યાં ત્યારે અમર થઈને રો!

મા’દેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું ફૂલ;
 મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ!
તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યાં ત્યારે અમર થઈને રો’!

માદેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું હાર,
પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર. – તમે

હડમાન જાઉં ઉતાવળી ને જઈ ચડાવું તેલ,
હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે

પછી ગમે તે નામ મૂકીને માતા થોડો વિનોદ કરી લે છે :

ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ;
પાનસોપારી ખાઈ ગઈ, કંકોતરીમાંથી રૈ. – તમે

ભાવનગર ને વરતેજ વચ્ચે રે′ બાળુડાની ફૈ;
બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા ટોપીમાંથી ગૈ
બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ.. – તમે

@@

કેવી મધુર અને અદભૂત સમૃદ્ધિ છે આપણી

OP 11.4.22

આભાર

17-04-2022

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ છબીલભાઈ અને સૌ મિત્રોનો આભાર

છબીલભાઇ ત્રિવેદી

11-04-2022

હાલરડુ કાવ્ય પ્રકાર ખુબ સરસ ખુબ સરસ રચના છે અને સાંભળવી ગમે તેવી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *