દુર્ગેશ શુક્લ ~ પૃથ્વી, પેટાળ ત્હારે

🥀 🥀

*લાહવા*

પૃથ્વી, પેટાળ ત્હારે દવ નિત સળગે અંતરે, તોય તહારે
હાસે શેં કૂંપળો આ હરિત મૃદુલ, રે અંકુરો કેમ ફૂટે?

મ્હારે હૈયેય લા’વા પ્રતિદિન પ્રજળે, ના શમે ક્રોડ વાતે,
બાળે ઊર્મિ, મધૂરાં સ્વપન, પ્રિય તણી સંસ્મૃતિ રમ્ય ઓ રે?

માતા, આ રંક કેરું ગુરુપદ લઈ કો ભાવ ઉદાત્ત પૂરો;
લા’વાની ઝાપટે છો ઉર ડસડસતું,—લોચને હાસ વેરો!~

~ દુર્ગેશ શુક્લ (9.9.1911-13.1.2006)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *