ચિનુ મોદી ‘ઈર્શાદ’ ~ એ જ ‘ઇર્શાદ’ને વસવસો

*પગલાં*

એ જ ‘ઇર્શાદ’ને વસવસો
કહી ના શક્યો કોઇને કે ખસો.

પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે
અને દરવખત આપ ફિક્કું હસો.

સમય નામની બાતમી સાંપડી
પછી લોહી શું કામ નાહક ધસો:

પડે ડાળથી પાંદડું, એ પછી
ઇલાજો કરું એકથી એક સો.

ઇલાજો કરું એકથી એક સો
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો.

~ ચિનુ મોદી ( ઇર્શાદ) (30.9.1939 – 19.3.2017)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *