રમેશ પારેખ ~ તો ટકશો

તો ટકશો….
લાગણીઓની લીલી ગાંઠે બંધાશો તો ટકશો  ….

આ ગાતું પંખી જોઈ ગળું ના ખૂલે તે કંઈ ચાલે?
આ હૃદય ઝાડની સંગાથે ના ઝૂલે તે કંઈ ચાલે?
કડી-કડી થઈ એકમેકથી સંધાશો તો ટકશો….

આ મોઢું મરડી તમે જ ખૂણે બેસો તે કંઈ ચાલે?
આ નવી ઉષાથી તમે અબોલા લેશો તે કંઈ ચાલે?
તમે પરસ્પર હૈયું માંજી મંજાશો તો ટકશો….

~ રમેશ પારેખ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *