🥀🥀
થાશે જરૂર લહિયો લખવા તો દો હજી,
તરશે એ સામે પૂરે મથવા તો દો હજી.
વાસંતી વસ્ત્ર પાછાં પહેરીને આવશે,
પીળાં થયેલ પર્ણો ખરવા દો હજી.
તોડી શકાય એને, ચગળી ય પણ શકો,
જળની પ્રવાહિતાને ઠરવા તો દો હજી.
અંદર જે અટપટું છે એ બહાર આવશે,
અમને જરાક ઊંડે સરવા તો દો હજી.
હોડી અને હલેસાં જોશે તો માગશે,
એને વગર તરાપે તરવા તો દો હજી.
~ મધુમતી મહેતા
સરસ રચના
