એસ.એસ.રાહી ~ વાવડનો તાર મળશે

🥀🥀

વાવડનો  તાર  મળશે  મને  આજકાલમાં
આવે  છે  જેમ  યક્ષિણી  થઇ તું  ટપાલમાં.

શીતળ  શિશિરની બીક મને ના બતાવ તું
થોડોક  તડકો  સાચવ્યો  છે મેંય  શાલમાં.

મારી  દીવાનગી  વિશે  લોકોને  અદેખાઇ
ને  તુંય  કેવું  કહી  ગઇ  મુજને  વહાલમાં.

કાળો  સમુદ્ર  યાદ  કરી  અશ્રુ  ના વહાવ
તેમાં  તરી  રહ્યો  છું હજી પણ હું, હાલમાં.

રાહી’ના રોમેરોમમાં વ્યાપેલી હોય તું
હોતી  નથી  તું  જે  ક્ષણે  મારા ખયાલમાં.

~ એસ. એસ. રાહી (28.12.1952)

🥀જન્મદિનના વંદન અભિનંદન રાહીસાહેબ….🥀

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *