🥀🥀
એક ક્ષણ માટે
મને એમનાં ઘરની
ડોરબેલ વગાડવાનું
મન થઇ જાય છે,
ફૂટપાથ પર રહેતાં
બાળકોને
જ્યારે હું
ઘર-ઘર
રમતાં જોઉં છું . . !!
~ નિનાદ અધ્યારુ
ફૂટપાથ પર રહેતા બાળકોની મસ્તી અને જોનારની ઘડીભરની કાલ્પનિક ખુશી બંનેનો મજાનો સંયોગ કરીને એક નાજુક ક્ષણને જન્મ મળ્યો છે.
