સોનલ પરીખ ~હોય ઘણું બધું

🥀

હોય
ઘણું બધું
અધૂરું પણ હોય
પણ એનું અધુરાપણું ન હોય
એ અવસ્થાએ  
હવે ઊભા રહેવું છે મારે.

નથી રાખવી
કશું પૂરતું છે કે અપૂરતું
તે નક્કી કરવાની ઉપાધી  
નથી મારવા
સ્વીકાર કે અસ્વીકારના થપ્પા

નથી જોઈતી હવે
ઇચ્છા, અપેક્ષાઓની કેદ
જોઈએ – ન જોઈએ ના
યુદ્ધમાંથી મુક્ત
રહું હું  
લિપ્ત છતાંય અલિપ્ત

લીન છતાંય લુપ્ત.
જિંદગી,
આને શું કહેવાય –
તારા પરનો પ્રેમ ?
તે પણ
તું જ નક્કી કર હવે.

~ સોનલ પરીખ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *