નીતિન વડગામા ~સ્હેજ જાગીને

🥀🥀

*રાજી થયા*

સ્હેજ જાગીને અમે રાજી થયા,
કૈંક પામીને અમે રાજી થયા.

ફૂલ ને ફળ આપમેળે આવશે,
બીજ વાવીને અમે રાજી થયા.

એક ઇચ્છાનું કિરણ અજવાળશે,
એમ ધારીને અમે રાજી થયા.

જે તમે અંકે કર્યું એના વિશે,
કૈં વિચારીને અમે રાજી થયા.

સ્વાદ ના ફાવ્યો જરાયે જીતનો,
દાવ હારીને અમે રાજી થયા.

ના, નથી અફસોસ ઊગ્યો ક્યાંય પણ,
મન મનાવીને અમે રાજી થયા.

જાળવ્યુંતું જીવની માફક છતાં,
એ જ આપીને અમે રાજી થયા.

~ નીતિન વડગામા

સંતોષી નર સદા સુખી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *