કિરણ જોગીદાસ ‘રોશન’ ~હાથમાં લઈ

🥀🥀

હાથમાં લઈ ચિત્ર રણનું
શોધું સરનામું ઝરણનું

આંખ તડપે છે જવા ત્યાં
દર્દ શું જાણે ચરણનું!

ભ્રમ તૂટ્યો જોયા પછી તો
રૂપ સાચું એ હરણનું

સત્ય દેખાવું કઠિન છે
જાડું પડ છે આવરણનું

શ્વાસની પગથાર જાણે
બસ‌ પગેરું છે મરણનું

~ કિરણ જોગીદાસ ‘રોશન’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *