એષા દાદાવાળા ~જોઈએ છે

🥀 🥀

*જોઈએ છે એક ઝાડ !*

જોઈએ છે એક ઝાડ !
જેની ડાળી પર પંખીઓના માળા
ન હોય તો ચાલશે,
પણ એ પાનખર-પ્રૂફ હોવું જોઈએ !
બારેમાસ લીલું ને લીલું રહેતું હોય એવું-

ઊચું-બીજા માળે આવેલા ફલેટની
મારી બાલ્કની સુધી પહોંચી શકે એટલું !
અને ઘટાદાર પણ જોઈએ જ,
જેનાથી બાલ્કનીનો વ્યૂ તો સુધરી જ જાય
પણ જેને બતાવીને
અંગ્રેજી મીડિયમમાં ભણતા દીકરાને
ગ્રીનરી પર એસે પણ લખાવી શકાય !…

~ એષા દાદાવાળા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *