મનોહર ત્રિવેદી ~ચરણ સરતાં  

ચરણ સરતા જાય મિતવા (શિખરિણી)

ચરણ સરતા જાય મિતવા
ઉઘાડું આંખો ત્યાં દિવસ ફરતા જાય મિતવા…

અને સામે કૅલેન્ડર ઉપરથી સૂર્ય ખરતો
સવારે તક્તામાં કુમકુમ મુખે શો છલકતો
હવામાં મીરાંનાં પદ ટપકતાં જાય મિતવા…
ચરણ સરતાં જાય મિતવા…

વળાંકો, છાયાઓ, નભ, પથ અને ઢાળ નમણાં
કરે ઊંચા બાહુ હરખવશ, આ ઘાસ-તરણાં
મને ભીની ભીની લહર ધરતાં જાય મિતવા…
ચરણ સરતાં જાય મિતવા…

પ્રવેશું ઝાંપામાં અઢળક અહો, વહાલ વરસે
ભર્યાં એકાંતોમાં મખમલ સમી દૃષ્ટિ પરસે
દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા…
ચરણ સરતાં જાય મિતવા…

~ મનોહર ત્રિવેદી

શિખરિણીમાં સોળે કળાએ ખીલેલું, હરખવશ દીપની જેમ પ્રગટેલું ગીત…..

જન્મદિને કવિને સ્નેહભરી શુભકામનાઓ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *