રામ કાવ્ય ~ કેતન ભટ્ટ

રામ તમારે કાજ

રાહ તમારી જુએ છે આ પંપા કેરો ઘાટ જી,
સદીઓથી શબરી તડપે છે રામ તમારે કાજ જી.

સુખ, દુઃખ ને ઈચ્છાના બોર અલગ એણે રાખ્યા જી,
જેટલા ભાવ્યા એટલા ચાખ્યા બાકી અલગ રાખ્યા જી,
કરો આવી ભોજનીયા તો એ પામે સાચું ધામ જી,
રાહ તમારી જુએ છે આ પંપા કેરો ઘાટ જી.

સીતાજીના વિરહે, વ્યાકુળ રામ તમે કેમ થાવ જી?
શબરીએ તો ભોગવ્યો એકલપંડે અવતાર જી
કોઈક વાર ભગવાને ભક્તથી ભણવો જોઈએ પાઠ જી,
રાહ તમારી જુએ છે આ પંપા કેરો ઘાટ જી,

નવધા ભક્તિ, ભજન એણે અલગ રાગમાં ગાયાં જી,
ઝંણઝણી માંહેની વીણા અનહદ સુર રેલાવ્યા જી,
આવો ‘ને આલાપો તમે છેલ્લો વેલ્લો રાગ જી.
રાહ તમારી જુએ છે આ પંપા કેરો ઘાટ જી,
સદીઓથી શબરી તડપે છે રામ તમારે કાજ જી.

~ કેતન ભટ્ટ

અયોધ્યા નગરીમાં ભગવાન શ્રીરામ પ્રાગટ્યને શત શત વંદન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *