એક અધૂરી કવિતા
ગ્લેશિયર્સની કાતિલ ઠંડીથી બચવા
સિગરેટનો છેલ્લો કસ ખેંચી,
તેણે ઑવરકોટના બટનને ટાઇટ કર્યા…!
રોજ તેઓ એકબીજાને જોઈ હાથ હલાવી
‘હલ્લો-હાય… કરતાં…!
તેને થયું,
આ વચ્ચે ઊભેલી તોતિંગ ફેન્સિંગ જ જો…?
ભાતભાતનાં પહાડી ફૂલ
બન્ને તરફ હવાની લહેરખીથી ઝૂલી રહ્યા‘તાં…!
તેની ખુશ્બુથી
રંગબેરંગી પતંગિયાં ઊડાઊડ કરી રહ્યાં‘તાં…!
કાન પાસે આવી ગુંજારવ કરતો ભ્રમર
તેને કહી રહ્યો’તો,
‘બુદ્ધમ્ શરણમ્… … !‘
પણ એક દિ‘ અચાનક ઉપરથી આદેશ આવ્યો,
ને પછી…. ‘युद्धम् …..!‘
નાળચું સામેની ફેન્સિંગ સામે ફર્યું…!
પછીની ઘટના કવિતા ક્યાંથી બની શકે…?
~ સુરેશ’ચંદ્ર’ રાવળ
ખળભળી ઉઠાય એવું કલ્પન !
