‘મુકબિલ’ કુરેશી ~ તમારી યાદમાં  

🥀🥀

*ધરતી ઉપર માગી*

તમારી યાદમાં રણની રજેરજ તરબતર માગી;
ફૂલો પાસે જઈ જઈને તમારી નિત ખબર માગી.

મહોબ્બતમાં અમે આ ચાર વસ્તુ ઉમ્રભર માગી;
જિગર માગ્યું, નજર માગી, અસર માગી, સબર માગી.

ખરેખર એ સમયની પણ બલિહારી છે હે જીવન!
ચમન પાસે અમે તો ભરવસંતે પાનખર માગી.

ઊઠ્યા ના હાથ પૂરા ત્યાં તો એ મંજૂર પણ થઈ ગઈ;
ખરેખર મુજ દુઆ કાજે ભલા કોકે અસર માગી.

ધરા ત્યાગી શકાયે ના, રગેરગ લૂણ છે એનું,
અમે જન્નત જહન્નમ બેય આ ધરતી ઉપર માગી.

બતાવી માર્ગ કોઈને જીવનસિદ્ધિ વરી લીધી,
વિલયને નોતરી લીધો, સિતારાએ સહર માગી.

પ્રણયમાં તર્ક-વિતર્કો સદા બુદ્ધિ કર્યા કર તું,
નથી દીવાનગીએ કોઈ દી લાંબી નજર માગી.

મુકદ્દરને સદા આગળ ધરે છે માનવી ત્યારે,
મળે છે જિંદગીમાં જ્યારે કો વસ્તુ વગર માગી.

પતંગાએ તો પળભરમાં બળી ઠારી લીધું હૈયું,
બિચારી દીપિકાએ બળતરા આ રાતભર માગી.

નવાઈ શી કોઈ પાગલ ગણી ‘મુકલિબ’! તિરસ્કારે,
અમે આ બેકદર દુનિયા કને સાચી કદર માગી.

~ ‘મુકબિલકુરેશી (24.6.1925)

બોટાદ જિલ્લાના રાણપુર ગામમાં જન્મેલા આ કવિનું મૂળ નામ અબ્દુલ કરીમ કુરેશી.
‘પમરાટ’ અને ‘ગુલજાર’ એમના કાવ્યસંગ્રહો.

🙏🏻🙏🏻

🙏🏻આપકાવ્યવિશ્વના નિયમિત મુલાકાતી છો. આપ સાઇટ subscribe કરો એવી અપેક્ષા. આભાર. 🙏🏻

3 thoughts on “‘મુકબિલ’ કુરેશી ~ તમારી યાદમાં  ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *