પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ ~ કરી વિદ્રોહ

હિંમત બતાવી છે

કરી વિદ્રોહ સૌ સામે જરા હિંમત બતાવી છે,
મેં ખોવાયેલી મારી જાતને ખુદથી મળાવી છે.

હવે એવી હું પારંગત બની છું આ વિષયમાં પણ,
રીસાયા બાદ મારી જાતને મેં ખુદ મનાવી છે.

શરત સંગાથની પાળી ને આઝાદી મૂકી ગીરવે,
મેં હસતાં મોઢે મારી મરજીથી પાંખો કપાવી છે.

હવે પાછી વળી મારી તરફ ક્યારેય નહી આવે,
તમારી સાથે મારી સૌ ખુશીઓને વળાવી છે.

થયુ નિદાન કે આંખોમાં ગાંઠો આંસુની થઈ છે,
કોઈ કારણ પૂછે તો મેં ફક્ત પાંપણ નમાવી છે.

~ પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

જાત સાથે આવી બાજી લગાવવી સહેલી નથી…

અને છેલ્લો શેર…. આંસુને આંખની ગાંઠ કહેવાની વાત તો અદભૂત ! વાહ કવિ ….  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *