જુગલ દરજી ~ જીવતર મોંઘો તાકો

જીવતર મોંઘો તાકો દરજી,
સમજી સમજી કાપો દરજી.

કર્મોની મીટરપટ્ટીથી,
જાત તમારી માપો દરજી.

સંઘરવાને ગમતાં સ્મરણો,
ગજવું મોટું રાખો દરજી.

છુપાવવાને જખ્મો જગથી,
અસ્તર સદરે નાખો દરજી.

સપનાને સાંધી દે એવો,
પ્રોવી દો ને ધાગો દરજી

સીવ સીવ તો ખૂબ કર્યું, અબ,
શિવનો મંતર જાપો દરજી.

~ જુગલ દરજી

ગઝલ ખુદ બોલે છે…

3 thoughts on “જુગલ દરજી ~ જીવતર મોંઘો તાકો”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *