પારુલ મહેતા ~ એક ચહેરો

વરસાદમાં

એક ચહેરો ચીતરો વરસાદમાં
સામટા વહેણે તરો વરસાદમાં

આંખમીચોલી રમો, વરસી પડો
એ રીતે જળને મળો વરસાદમાં

સ્નિગ્ધતા યાદોની ભીનેવાન હો
એ ક્ષણે લપસી પડો વરસાદમાં

ધોધમારી છે સગડ એના મને
ઓ વિચારો ઉપડો વરસાદમાં

ચાલવા લાગી ગયા છે સાથમાં
તરબતર સૌ દર્પણો વરસાદમાં

ભીંજતા હાથે હવાના સ્પર્શને
આંગળીથી કોતરો વરસાદમાં

સાવ ઉલેચાઈ જાતું હોય મન
એ ઘડી શ્રીફળ ધરો વરસાદમાં

~ પારુલ મહેતા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *