શબનમ ખોજા ~ તસ્બીહના બે પારા વચ્ચે (કાવ્યસંગ્રહ)

🥀🥀

‘કાવ્યવિશ્વ’માં ઉમળકાભેર સ્વાગત છે,

‘તસ્બીહના બે પારા વચ્ચે’ ગઝલસંગ્રહ * શબનમ ખોજા * ઝેન ઓપસ 2025

ગઝલને સમર્પિત શબનમ ખોજાના શબ્દોએ તેમને બે પારા વચ્ચેની યાત્રામાં કવિતાની કમાણી કરાવી છે, એ નોંધપાત્ર બાબત છે.

કવયિત્રીની ગઝલ માટે મનોહર ત્રિવેદી લખે છે, “વક્રોક્તિ પણ કવયિત્રી કેવી શાલીનતાથી મૂકી આપે છે :
સખાવત પ્રસિદ્ધિને ચરણે પડી છે
ગરીબોની લાચારી છાપે ચડી છે.

રઈશ મનીઆરને ગમેલો શેર છે,
માના સપનાંને મળે પાંખો નવી
દીકરાને મૂછનો દોરો ફૂટે !

તો વિનોદ જોશી લખે છે, “ગુજરાતી ગઝલની પરંપરાને આત્મસાત કર્યા પછી એણે પોતાના શબ્દને પલોટયો છે.”

‘ઊડી રહ્યું છે પંખી’માં પંખીનું પ્રતીક ખૂબ અસરકારક રીતે પ્રયોજાયું છે. થોડીક પણ મહત્વાકાંક્ષા રાખનાર માનવી માટે આ ગઝલના શબ્દો પાંખો બની જાય એમાં ના નહીં. ‘જળ-સ્થળ’ ને બદલે કવયિત્રીનો શબ્દપ્રયોગ ‘સ્થળ-ચણ’ ગમી જાય છે. કવયિત્રીનું પંખી કેટકેટલાં ધ્યેયો આંબવા ઊડે છે! એને આકાશ આંબવું છે, મહેણું ભાંગવું છે, ટહૂકાઓ સ્થાપવા છે, પોતાને પામવું છે…. પણ છેલ્લા શેરમાં વાત ખરે જ આકાશી બની જાય છે. આ પંખીને સત્ય સાધવું છે!!

કવયિત્રીનો શબ્દ આકાશ આંબે અને સત્ય સાધે એવી શુભેચ્છાઓ….      

14 thoughts on “શબનમ ખોજા ~ તસ્બીહના બે પારા વચ્ચે (કાવ્યસંગ્રહ)”

  1. Payal unadkat

    વાહ આપના શબ્દબ્ર્હમનું સ્વાગત છે બેના

  2. આખો સંગ્રહ અદ્ભૂત છે. બેન શબનમને ખૂબ ખૂબ અભિનંદન 🌹

  3. હરીશ દાસાણી.મુંબઈ

    સરસ કવિતાઓ છે. અભિનંદન. શુભેચ્છાઓ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *