કૃષ્ણ દવે ~ ઝાકળનાં ટીપાંએ ડોરબેલ મારી

🥀🥀
ઝાકળના ટીપાએ ડોરબેલ મારી ને કળીઓએ બારણાં ઉઘાડયા રે લોલ
આછા અજવાસમાં રંગો સુગંધોએ દોડીને પગલાઓ પાડ્યા રે લોલ
દૂર દૂર સ્ક્રીન ઉપર ઉપસી રહી છે સ્હેજ ઉષાની લાલ લાલ લાલી રે લોલ
લીમડાની લીફ્ટમાંથી નીચે ઉતરીને બે’ક ખિસકોલી વોક લેવા ચાલી રે લોલ
બુલબુલના સ્ટેશનથી રીલે કર્યું છે એક નરસિંહ મ્હેતાનું પરભાતિયું રે લોલ
લીલાં ને સૂક્કા બે તરણામાં સુઘરીએ કેટલુંયે જીણું જીણું કાંતિયું રે લોલ
ચાલુ ફ્લાઇટમાંથી ભમરાએ કોણ જાણે કેટલાયે મોબાઈલ કીધા રે લોલ
એવું લાગે છે જાણે આખ્ખીયે ન્યાતને ફૂલોના સરનામા દીધા રે લોલ
ડાળી પર ટહુકાના તોરણ લટકાવીને વૃક્ષોએ આંગણા સજાવ્યા રે લોલ
પાંખો પર લોડ કરી રંગોનું સૉફ્ટવેર રમવા પતંગિયાઓ આવ્યા રે લોલ
~ કૃષ્ણ દવે
ખુબ સરસ રચના ખુબ ગમી
ખુબ સરસ 👌👌👌
વાહ, ખૂબ સરસ કલ્પન રચાયું છે, અધ્યાહાર આપણે.
ખૂબ સુંદર કલ્પનો અને એટલું જ સુંદર ગીત.
શબ્દો ઓછા પડે છે. Superb 👏👏👏👏👏
ખૂબ સરસ રચના છે.
ઝાકળના ટીપાએ ડોરબેલ મારી ને કળીઓએ બારણાં ઉઘાડયા રે લોલ
આછા અજવાસમાં રંગો સુગંધોએ દોડીને પગલાઓ પાડ્યા રે લોલ. Enjoyed.
વાહ લાજવાબ અભિવ્યક્તિ
સુંદર કાવ્ય