રમેશ પારેખ ~ સાદ પાડું છું

🥀🥀

સાદ પાડું છું ક્યારનો હું કોને? હું કોને?
જે નથી એને પૂછું છું : છો ને? તું છો ને? તું છો ને?

સદીઓની સદીઓથી મેં એને પાડેલા સાદનો ખડકલો આ પર્વત
સામે વહેરાઉં હું, તેનાં સાહેદ : એક હું, બીજી કાળની આ કરવત
વહેરાતાં ઝીણી ઝીણી વહેર પડી એનું નામ રણ છે, ને રેતી છે, હોં ને !

હું છું ત્યાં સુધી તો સાદ છે, પરંતુ હું નહીં હોઉં ત્યારે શું થાશે?
પર્વત વળોટી એ આ બાજુ આવશે, તો આવીને કયું ગીત ગાશે?
હું નહીં હોઉં ત્યારે કોણ એને કહેશે કે, આ મારું ગીત મને દ્યો ને !

~ રમેશ પારેખ

4 thoughts on “રમેશ પારેખ ~ સાદ પાડું છું”

  1. દિનેશ ડોંગરે નાદાન

    રમેશભાઈ એટલે ગીત અને ભાવ-લયનો અદભૂત સમન્વય.આ રચનાઓ પણ એની સાક્ષી પૂરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *