લતા હિરાણી ~ રમવાને આવ તું નાનકડી તારલી

🥀🥀

રમવાને આવ તું નાનકડી તારલી
રમવાને આવ તું હો….

નીંદરને દરવાજે પહોંચી હું પોઢતી
ને ત્યાં આકાશમાં રમતી તું એકલી
આવે તું, થાય કેવી ગોઠડી !
રમવાને આવ તું તારલી…… 

છલકાતાં આપણે કેવા હળવાશમાં !
છલકાવું એમ મારે તારા અજવાસમાં
માને જો વાત મારી આટલી
રમવાને આવ તું તારલી……

~ લતા હિરાણી   

મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકો છો. આભાર.

https://latajhirani.wordpress.com/2025/05/10/%e0%aa%aa%e0%aa%aa%e0%ab%8d%e0%aa%aa%e0%aa%be-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be/

9 thoughts on “લતા હિરાણી ~ રમવાને આવ તું નાનકડી તારલી”

  1. કાજલ જોષી

    બહુ મઝાની રચનાં છે તારલી , ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ દીદી

  2. દિનેશ ડોંગરે નાદાન

    વાહ લતાબેન સુંદર રચના.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *