
🥀🥀
ચહેરો બનાવવામાં બહુ વાર લાગે છે,
તમનેય ધારવામાં બહુ વાર લાગે છે.
‘ઇર્શાદ’ કહીને થોડી તો ધીરજ ધરી શકો-
આ દિલને ખોલવામાં બહુ વાર લાગે છે.
વિખરાયેલી સુગંધ, ભીનો સ્પર્શ, તારી યાદ,
સઘળું સમેટવામાં બહુ વાર લાગે છે.
ધારો તો એક પળમાં ઉભા થાય દુશ્મનો,
બસ, મિત્ર શોધવામાં બહુ વાર લાગે છે.
એ તથ્ય છે કે યાદને હોતું નથી વજન,
એને ખસેડવામાં બહુ વાર લાગે છે.
~ ફિરદોસ દેખૈયા
પાંચ શેરની આ ગઝલમાં ચોથો શેર વિષયની દૃષ્ટિએ જુદો પડે છે અલબત્ત ગઝલમાં આમ હોય છે) બાકીના શેર પ્રિયને સંબોધીને, પ્રિયને સ્મરણમાં આવ્યા છે.
ચહેરો બનાવવાની વાત કેટલો ઊંડો સંદર્ભ લઈને આવે છે. અહીં પ્રેમની દિશા દેખાય તો માનવીને ઓળખવાની દિશાયે દેખાય. પણ ‘વાર લાગે છે’ રદીફમાં ધીરજ અને અધીરાઇ બંને ડોકાય છે. આ પ્રેમનો એક રંગ છે. યાદને સમેટવાનું સહેલું નથી. કેમ કે એમાં સાથે સાથે પાછા ફરવાની શક્યતાઓ પણ છેડો છોડતી નથી હોતી. એવી જ યાદો….. એનું વજન કોણ કલ્પી શકે ?

વાહ, યાદોના વજનના અલંકારને તો બેને સાંકળી લીધા છે અને વાહ કવિતા તમારી દુખતી નસને દબાવે છે બીજું કાંઇ નથી,…..મુસાફર જીવને માત્ર સફરની મોજ ફરી પધારજો
ખૂબ જ સરસ ગઝલો.