લતા હિરાણી ~ ચારેકોર પહાડો છલકે

🥀🥀

ચારેકોર પહાડો છલકે, ઝાડપાનનાં જોરાં
શોર કરંતાં તમરાં જો ને ઝરણાં ઝળકે ઓરાં
મનવા રહીએ ના રે કોરાં…

સરસર વહેતી હવા ભરી દે, ભવભવની આ ઝોળી
બજતું જંતર મૂંગું એવું, મૌન રહે છે કોળી
ભેદ શમાવે સઘળા અંદર, નહિ કોઈ શોરબકોરા
મનવા રહીએ ના રે કોરાં…

ધરતી અંબર એ જ છતાંયે તેજ છવાયે નોખાં
એ જ દિવસ ને રાત તોયે ચેતન ભાસ અનોખાં
પ્રાણે જાણે વરસ્યાં કરતાં
, પરમ પ્રેમનાં ફોરાં
મનવા રહીએ ના રે કોરાં…    

~ લતા હિરાણી

ઊગ્યું રે અજવાળું @ P 5 * ગુર્જર 2024
‘કવિતા’ @ માર્ચ એપ્રિલ 2025    

12 thoughts on “લતા હિરાણી ~ ચારેકોર પહાડો છલકે”

  1. રેણુકા દવે

    વાહ ભાઈ વાહ…મસ્ત મજાનું ગીત…

  2. સહજ સરતા શબ્દોમાં ઉતરી આવેલું મજાનું ગીત.

  3. તમારું ગીત સરસ ..

    વરસો અગાઉ આ પ્રાસનું ગીત મંડાયેલું…

    અમે આંખેથી ઓરાં આવીએ સજન,
    કહો, કેમ કરી કોરાં આવીએ સજન …

    .. સુરેન્દ્ર કડિયા

  4. આભારી છું, રેણુકાબેન, મીનલબેન, કૌશલભાઈ, છબીલભાઈ, મેવાડાજી, ઉમેશભાઈ અને સુરેન્દ્રભાઈ…

    ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ ભાઈ-બહેનોનો આભાર.

  5. આભાર સરલાબહેન અને ઉમેશભાઈ. મુલાકાત લેનારા સૌનો આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *