લતા હિરાણી ~ વિક્રમને સોંપ્યું સુકાન

વિક્રમને સોંપ્યું સુકાન

ઊગ્યા કરે છે કેમ તારાનું બીજ
પકડી દોડે કોણ આકાશી વીજ
નથી જાદુ કે મંતરનું કામ
અમે વિક્રમને સોંપ્યું સુકાન
હવે હળવા રે થાશે મુકામ…

સૂરજને અવતરતા પડતી સવાર
કેમ સાંજ પડે ઊગે અંધાર ?
પૂછી પૂછીને હવે થાકો ના કોઈ
જુઓ ઉત્તરિયા દેશે સુજાણ
અમે વિક્રમને સોંપ્યું સુકાન
હવે હળવા રે થાશે મુકામ…

ભેજ અને પાણીના મૂળિયાં ને કુળ
વાયરાઓ થઈ જાતા કેમ ત્યાં ડૂલ ?
એ જાણવાને મથતું જહાન
અમે વિક્રમને સોંપ્યું સુકાન
હવે હળવા રે થાશે મુકામ…

ધરતી ને ચાંદાનો જૂનો સંબંધ
શું સરખી છે બેયની ગંધ ?
ખાડા ને ટેકરાની કેવી દુકાન ?
અમે વિક્રમને સોંપ્યું સુકાન
હવે હળવા રે થાશે મુકામ…

~ લતા હિરાણી 24.8.23 (11 pm)

મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકો છો. આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *