
🥀🥀
છાપું મારે ત્યાં રોજ આવે છે
સવારના પહોરમાં
હું એ ખોલતી નથી.
ઘટનાઓ, સમાચારો
ખૂણેખાંચરેથી, ઠેરઠેરથી
એ જ કાળામશ.
હું એના પર પાથરી દઉં છું
લીલ્લાંછમ્મ શાકભાજી
ચૂંટવા માટે,
ને સંતોષ લઉં છું,
ક્ષણિક
એક માસુમ બાળાને ઢાંક્યાનો !
~ લતા જગદીશ હિરાણી
મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકો છો. આભાર.
ખૂબ સરસ, વાસ્તવિક…વાહ
Wah સંવેદનાસભર રચના 💐💐
વાહહ
વાહ….
જબરજસ્ત
👌
મસ્ત..
આભાર રેણુકાબેન, છબીલભાઈ, શબનમ, માધવીબેન, અલકાબેન અને જેમને ગમ્યું તેઓ સૌ, જેમણે ‘કાવ્યવિશ્વ’ ની મુલાકાત લીધી એ સૌ – નો આભાર
છાપું, શાકભાજી અને નારીવેદના, એ ચિત્રો આબેહૂબ ઉપસાવાયાં છે..
આભાર સુરેન્દ્રભાઈ