લતા હિરાણીનાં સાત પુસ્તકોનો વિમોચન સમારોહ

🥀🥀

મિત્રો,

આપ સૌના સ્નેહ સામે નતમસ્તક છું.
મારી છેલ્લા પંદર-વીસ વર્ષમાં જે કાંઈ લખાયું એ પુસ્તક સ્વરૂપે એકસાથે મુકાયું છે. પાંચ પુસ્તકો ગુર્જર પ્રકાશને કર્યા.

1.સાવ કોરો કાગળ – 51 અછાંદસ કાવ્યોનો સંગ્રહ. પદ્મશ્રી ડો. પ્રવીણ દરજીએ મારા કાવ્યો વિશે લખ્યું છે, આનંદ.. આનંદ.
2.ઊગ્યું રે અજવાળું – 51 ગીતોનો સંગ્રહ જેના વિશે વિખ્યાત ગીતકાર ડો. શ્રી વિનોદ જોશીએ લખ્યું છે, આનંદ… આનંદ.
3. તાકધિનાધીન – બાળ-કિશોર નાટક. આ પુસ્તક વિશે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને વિખ્યાત સાહિયકાર ડો. શ્રી ભાગ્યેશ જહાએ લખ્યું છે…. આનંદ … આનંદ
4. વ્હાલનું વાવેતર – આ પુસ્તક બાળઉછેર વિશે છે જેમાં આ વિષય માટે ‘બાળઉછેર દ્વારા વિશ્વશાંતિ’ સંસ્થાના પ્રણેતા IPS અને હાલ GPSCના ચેરમેન શ્રી હસમુખ પટેલે લખ્યું છે, આનંદ… આનંદ….
5. ભાવધારા – લગભગ 2002 થી આકાશવાણીના વહેલી સવારના કાર્યક્રમ ‘અમૃતધારા’ હેઠળ આપેલા ચિંતનલેખોનો આ પુસ્તકમાં સમાવેશ છે. પદ્મશ્રી ડો. શ્રી કુમારપાળ દેસાઇએ આ પુસ્તક વિશે લખ્યું છે, આનંદ… આનંદ….

આ ઉપરાંત નેશનલ બુક ટ્રસ્ટ પ્રકાશિત બે પુસ્તકો જેમાં બાળવાર્તાના અનુવાદો છે.
6. કેવો ગડબડ ગોટાળો
7. ઉઠીયાની આંખ
ઈશ્વરની કૃપાથી મારા હવે કુલ પ્રકાશનો 28 થયાં છે એનો આનંદ છે.

લતા હિરાણી

14 thoughts on “લતા હિરાણીનાં સાત પુસ્તકોનો વિમોચન સમારોહ”

  1. આપની આ ઉપલબ્ધીથી અમને પણ આનંદ થયો. સાહિત્યિક અવિરત મહેનત અને લગન વગર આટલું સુંદર સાહિત્ય સર્જન થાય નહીં. ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

  2. હરીશ દાસાણી.મુંબઈ

    સરસ. અભિનંદન. શુભેચ્છાઓ.

  3. અરવિંદભાઈ દવે, ગારિયાધાર

    ખૂબ જ ખુશી….
    અભિનંદન લતાબેન….

  4. અભિનંદન..ને આગામી પુસ્તકોના વિમોચન માટે શુભેચ્છાઓ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *