બ્રિજેશ પંચાલ ~ મૌનથી શબ્દમાં કાણું પડશે (કવિતાસંગ્રહ)

🥀🥀

‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે

‘મૌનથી શબ્દમાં કાણું પડશે’ * કવિ બ્રિજેશ પંચાલ * ડિવાઈન 2025

‘અછાંદસ એટલે અર્થનું શબ્દ પાસે જવું અથવા શબ્દને અર્થ વિશે કહી દેવું.’ – આમ કહેતા કવિ બ્રિજેશ પંચાલ કવિતા તથા નાટ્ય અને ફિલ્મ જગતના ક્ષેત્રે ઊગતું નામ છે અને કૈંક સરસ કરી બતાવશે એવી આશા આપે છે.

ગઝલના ધસમસતા પ્રવાહમાં કોઈ અછાંદસનો પાલવ પકડે અને તેય એક યુવાન ગુજરાતી કવિ, એ વાત જ આનંદાશ્ચર્ય આપી જાય છે. કવિતાઓ પર એક નજર કરી જવાની ઈચ્છા પાનાંઓ ફેરવતાં શમતી નથી અને આગળ વાંચવા ખેંચે છે, એ આ કવિતાઓની ખૂબી છે. વિષયોનું વૈવિધ્ય ખરું જ પણ માત્ર વૈવિધ્ય આપવાની વૃત્તિ નહીં. કશુંક અંદરથી ઊગી આવે છે અને એ નોખું છે એની ઝાંખી મળે. અંગત અનુભૂતિનું આલેખન ખરું, પણ એમાં વાચકને આકર્ષવાની છાપાળવી ગંધ નથી આવતી. કવિની નાટ્યપ્રવૃત્તિ પણ કવિતામાં ઉપસી આવે છે. એવી જ રીતે કવિતાઓમાં કવિની સ્ત્રી સંવેદના પણ સરસ રજૂઆત પામે છે.

માત્ર કવિતાકલાની કારીગરી બતાવવાને બદલે જીવનને જેટલું જોયું છે, અનુભવ્યું છે, એ દરેક સારા-નરસા પાસાં રજૂ કરવાની કવિની ખેવના દેખાય છે અને આ અનુભૂતિઓમાં કવિતા બનતી પણ અનુભવાય છે. કવિ લખે છે, ‘સાહિત્યસર્જન એક રીતે પોતાની પાસે રહેલા શબ્દમાં, પોતાની તાકાત મુજબ કાણું પાડવાની ઘટના છે.’ કવિ આ કરી શકશે એવું લાગે છે.  

કવિના પોતાનાં નિવેદનથી માંડીને એમની કવિતાઓમાંથી પસાર થતાં, કવિનું વાંચન અને ચિંતન મન પર એક અસર છોડે છે. આજે ચારેબાજુ જ્યારે ‘વિચારવાનું’ શોધવું પડે છે ત્યારે એક વિચારતો અને એને કવિતા સુધી પહોંચાડતો કવિ મળે એ ગમે એવી વાત છે.  એ પણ નોંધવું પડે કે અછાંદસનો પ્રભાવ છે પણ ગીત-ગઝલનો અભાવ નથી આ સંગ્રહમાં….

લખતા રહો કવિ……     

હવે જુઓ એમની કવિતા….

🥀🥀

   

4 thoughts on “બ્રિજેશ પંચાલ ~ મૌનથી શબ્દમાં કાણું પડશે (કવિતાસંગ્રહ)”

  1. મિત્ર બ્રિજેશ પંચાલ બહું આયામી વ્યક્તિ છે. એમની કવિતાઓ પણ ‘હટકે’ જ હોવાની. સાહિત્યમાં ઘણું કરી શકશે એ આશા અસ્થાને નથી. અભિનંદન,‌ શુભેચ્છાઓ.

  2. સુરેશ 'ચંદ્ર'રાવલ

    બ્રિજેશ પંચાલ યુવા કવિ છે… ઉભરતી પ્રતિભા છે… ખૂબ સરસ કાવ્યો લખે છે… અહીં આપેલા અછાંદસ ખૂબ ચોટદાર છે… કવિતા સંગ્રહ નીમીતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *