ડો. પુરુષોત્તમ મેવાડા ~ ‘સન્નાટાની પળોમાં’ (કાવ્યસંગ્રહ)  

🥀🥀

*જે મળ્યું તે માણ્યું*

જે મળ્યું તે માણ્યું મનવા, જે મળ્યું તે માણ્યું,
દુ:ખ મળ્યું તો જીરવી લીધું, સુખ મળ્યું તો દીધું….મનવા.

જીવન પથ કાંટાળામાં પણ ફૂલો ગોતી લીધાં,
પર્વત ખીણ નદી નાળાંના રસ્તા ખૂંદી લીધા,
ખળખળ વહેતાં ઝરણાંનું જળ નિર્મળ મનભર પીધું….મનવા

આ જગતનાં સૌ જીવોને  મારાં માની ચાલું,
પ્રેમ કરું હું સૌને સમજી, ના વ્હાલું ના દવલું,
આતમદિવડે અંધારાને ભાગ હવે તું કીધું…મનવા

સાદ કરે જો ઉપરવાળો જ્યારે ત્યારે જઈશું,
સૂરજ તારા એમજ રે’શે જગને છોડી દઇશું,
કેમ પ્રભુએ બોલાવ્યો એ પૂછી લઇશું સીધું…મનવા

~ સાજમેવાડા

એક વય હોય છે જ્યારે મસ્તી જ મસ્તી છવાયેલી હોય અને બીજી એક વય આવે છે જ્યારે વ્યક્તિ પોતાની હસ્તી માટે વિચારતી થઈ જાય, સવાલો કરતી થઈ જાય…. સમાધાનો સ્વીકારતી થઈ જાય…. અને આ લગભગ સૌના ફાળે…..

કાવ્યવિશ્વમાં સ્વાગત છે કવિ પુરુષોત્તમ મેવાડાજીના કાવ્યસંગ્રહનું.

‘સન્નાટાની પળોમાં’ * ડો. પુરુષોત્તમ મેવાડા *  સાયુજ્ય * 2021

14 thoughts on “ડો. પુરુષોત્તમ મેવાડા ~ ‘સન્નાટાની પળોમાં’ (કાવ્યસંગ્રહ)  ”

  1. આપનો ખૂબ આભાર આદરણીય લતાજી, આપે મારી સંવેદનાઓને વાચા આપી આપના આ કાવ્ય વિશ્વમાં.

  2. દિનેશ ડોંગરે નાદાન

    મેવાડા સાહેબ અમારી બુધસભા વડોદરાના નિયમિત કવિ. ખૂબ સાલસ અને મળતાવડા ‌માણસ. એટલા જ પ્રતિબદ્ધ કવિ. એમની કવિતામાં અનુભૂતિનો રણકાર નજરે પડે છે. અભિનંદન બંને સર્જકોને.

  3. કવિનો જીવન પ્રત્યેનો અભિગમ સુપેરે વ્યક્ત થયો છે. અભિનંદન.

  4. કિશોર બારોટ

    મેવાડાજીની રચનાઓ એટલે સંવેદનાનું શિલ્પ.

  5. SARYU PARIKH

    જે મળ્યું તે માણ્યું મનવા, જે મળ્યું તે માણ્યું,
    દુ:ખ મળ્યું તો જીરવી લીધું, સુખ મળ્યું તો દીધું… સરસ કાવ્ય અને પુસ્તક. કવિનો પરિચય અહીં વાંચી આનંદ થયો.
    ભાઈશ્રીના વર્ષોથી મળતાં લાગણીભર્યા પ્રતિભાવો માટે આનંદ સાથ આભાર. સરયૂ.

  6. આદરણીય સરયૂ જી, મારા બ્લોગ ની ઘણી રચનાઓ ઉપર આપની પ્રોત્સાહિત નોંધ હતી. આપની રચનાઓ પણ મને ગમે છે. ખૂબ આભાર આપનો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *