ઉષા ઉપાધ્યાય ~ આવ તને * સ્વર ~ ડો. ફાલ્ગુની શશાંક

🥀 🥀

આવ તને લઉં આલિંગનમાં
દુઃખ સઘળાં દઉં ઠારી,

અનહદ હેતે બાથ ભરી લઉં
પ્રેમ સુધા વરસાવું.
કોણ ઝળુંબે નભ જેવું આ
બાહુ બેઉ પ્રસારું,

મીટ માંડીને અમિયલ રસભર
હળવે કેશ સંવારી ,
ઉઝરડા અગની શી જ્વાળા,
પળમાં દે તું ઠારી.

અરે ! પળ પળ આ ધૂપ સરીખું
કોણ રહ્યું વિખરાતું,
ઢળે સાંજ નભથી વરસીને
અવનીને વિંટળાતું,
અનહદ હેતે નયન ચૂમી લે
ચંદન સરખાં ઠારી.

~ ઉષા ઉપાધ્યાય

2 Responses

  1. વાહ, ખૂબ જ સરસ ગીત, ગમ્યું.

  2. વાહ ખુબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: