વેણીભાઈ પુરોહિતનો વિનોદ  

વેણીભાઈ પુરોહિત તેમનાં વિનોદ અને હાજરજવાબીપણાને લીધે પંકાયેલા હતા.

અનિલ જોશીના એક ઉત્તમ ગીતનો ઉપાડ આમ થાય છે, મેં તો તુલસીનું પાંદડું બિયરમાં નાખીને પીધું.’ વેણીભાઈ કહે, ‘લે! આણે તો બેય બગાડ્યાં!’

કવિસંમેલનનું સંચાલન કરતી વેળા દરેક કવિને બિરદાવી બિરદાવીને રજૂ કરવાની સુરેશ દલાલને ટેવ હતી. વેણીભાઈએ તેમને ટોક્યા, ‘તું તો જાજરુના લોટાને પૂજાના બાજોઠ પર બેસાડે છે!

વેણીભાઈ ‘આખા ભગત’ના ઉપનામથી સાપ્તાહિક પદ્યલેખન પણ કરતા, જેમાં આવી પંક્તિઓ મળે છે,
‘આ મુંબઈમાં ચાલતાં શીખો, બસનું બાવડું ઝાલતાં શીખો.’

4 thoughts on “વેણીભાઈ પુરોહિતનો વિનોદ  ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *