કુણાલ શાહ ~એક, બે બાંધેલ

🥀🥀

*જોઈએ*

એક, બે બાંધેલ ગ્રાહક જોઈએ,
સ્વપ્નમાં પણ સ્થિર આવક જોઈએ.

હોય પોતાની જણસ ને તે છતાં,
લોકલાજે અન્ય માફક જોઈએ.

માપે જે સંબંધ વચ્ચેના ખૂણા,
મારે એવું કોણમાપક જોઈએ.

બાદમાં મૂર્તિની સૌ પૂજા કરે,
માત્ર બળવાખોર સ્થાપક જોઈએ.

શક્ય છે તમને કરે તૈયાર એ,
આફતોને એક નાયક જોઈએ.

દોસ્ત ખમતીધર બધા છે આપણા,
દુશ્મનો પણ પ્રાણઘાતક જોઈએ.

~ કુણાલ શાહ

પ્રથમ શેરના જ ‘ગ્રાહક’ અને ‘આવક’ શબ્દ જરા ભૂલાવામાં નાખે એમ છે. બીજી લાઇન વાંચતાં આંખ ચમકે ! સંબંધો માપવા માટે પણ જે કોણમાપક માંગે એ કવિ !

દોસ્તની જેમ દુશ્મન પણ જેને કાચોપોચો ન ચાલે, વાહ કવિ !
ગઝલના બધા શેર સરસ થયા છે….

7 thoughts on “કુણાલ શાહ ~એક, બે બાંધેલ”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    અત્યંત પ્રભાવક અને તરબોળ કરી દે એવી સુંદર ગઝલો

  2. SARYU PARIKH

    સ્પષ્ટતા કરવા ગયો ઘટના વિશે,
    કારણો કારણ વિના અકળાય છે…
    સરસ રજુઆત.

  3. ગઝલોમાં સંવેદના સુપેરે વ્યક્ત થઈ છે.અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *