અનિલ કડકિયા ~ આયખું નાનું

🥀🥀

આયખું નાનું ને મને ઓરતા અપાર
નાનકડી નાવ ને સામે કેવો પારાવાર

આયખું નાનું ને…

કોમળ આ કૂંપળ ને માથે આકાશ
ઝંખે સૂરજમુખી સૂરજ—સહવાસ
હું તો છું રાત અને ઝંખું સવાર.

આયખું નાનું ને..

માનવની વચ્ચે હું શોધું છું માધવ
શબરી પણ ઝંખે છે પોતાનો રાઘવ

ચારે બાજુ ભીંત મારે ખોલવાં છે દ્વાર
આયખું નાનું ને…

~ અનિલ કડકિયા (26.12.1946)

3 thoughts on “અનિલ કડકિયા ~ આયખું નાનું”

  1. માનવમાં માધવ શૌધવાની વાત સારી રીતે કહેવાઈ છે. અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *