મહેન્દ્રસિંહ જાડેજા ~ તમે થોભો

🥀🥀

*પક્ષીઓ ઊડી આવશે…*

તમે થોભો

હું મારાં પગલાંઓને કહું

કે એ ચાલ્યાં આવે

નહિ તો રાતે રસ્તો જડશે નહિ

અને

સમયને મારાં પગલાં ખોવાઈ જવાની

ચિંતા થયા કરશે.

અને જુઓ

ફૂલો કરમાય નહિ

સૂરજને કોઈ ડુંગરાની પાછળ

રહેવાનું કહેજો.

અને કોઈ પંખી આવે તો એને

મારું પેલું ખેતરના ઊભા મોલ જેવું

હરિયાળું ગીત સંભળાવજો.

પતંગિયાં ફૂલો સાથે

વાતો કરવા આવશે

એ સાંભળજો.

અને મને આવતાં જો વાર લાગે તો

મારું પેલું

ખેતરના ઊભા મોલ જેવું

હરિયાળું ગીત તમે ફરીથી ગાજો.

પક્ષીઓ ઊડી આવશે…

~ મહેન્દ્રસિંહ જાડેજા (25.12.1945 – 16.9.1994)

3 thoughts on “મહેન્દ્રસિંહ જાડેજા ~ તમે થોભો”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *