રક્ષા શુક્લ ~ વાલામુઈ વેળા (કાવ્યસંગ્રહ)

કાવ્યવિશ્વમાં કવયિત્રી રક્ષા શુક્લના ગીતસંગ્રહ વાલામુઈ વેળાનું સ્વાગત છે.

કવયિત્રીની કેફિયત જોઈએ. “શબ્દો પાસે જવા હું આમ બેબાકળી બનીશ એ નહોતી ખબર. શબ્દના સંવનનમાંથી કવિતાનો ગર્ભ ક્યારે રહ્યો એ ખબર ન પડી. પણ જે ઘટ્યું એ સાદ્યંત સુંદર હતું. ભરચક ભેંકાર વચ્ચે જીવવાનું એક બહાનું ઈશ્વરે આપ્યું….. ભાવકમાંથી ક્યારે સર્જકના સરનામે પહોંચી ગઈ એ ખબર જ ના પડી..મારા માટે કવિતા એટલે ‘કીડીને લાધેલો સાકરનો હિમાલય.”

પાછળના પુંઠા પર આદરણીય શ્રી રઘુવીર ચૌધરીના શબ્દો છે, પ્રકૃતિના ઉપમાન અને એની રૂપરમણા રક્ષા શુક્લના ગીતોને નોખી ઓળખ આપે છે….. રક્ષાબેનનાં કેટલાંક હરિકાવ્યો ધ્યાનાર્હ છે…. કૃતક આધ્યાત્મિકતા રક્ષાબહેનનાં કાવ્યોમાં વરતાતી નથી… રક્ષા શુકલની પોતીકી મુદ્રા છે.

જેવું સુંદર પ્રોડકશન એવો જ સુંદર આત્મા લઈને આવ્યાં છે રક્ષાબહેનનાં ગીતો…. આવકાર અને અભિનંદન રક્ષાબહેન.

‘વાલામુઈ વેળા’ * રક્ષા શુક્લ * નવભારત 2024

21 thoughts on “રક્ષા શુક્લ ~ વાલામુઈ વેળા (કાવ્યસંગ્રહ)”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    સરસ મધુર તાજગીભરેલ ગીતો

    1. હરિભાઈ થેન્ક્યુ તમને ગમ્યું એટલે બસ

  2. અભિનંદન…આવકાર… રક્ષબહેનના ગીતો કાનમાં ગુંજે એટલા લયબદ્ધ અને સહજ હોય છે.

  3. મજાનું ગીત. તાજગીસભર અભિવ્યક્તિ.અભિનંદન.

  4. લતાબેન પુસ્તક વિશે તમે ખુબ સરસ લખ્યું છે. મને ખૂબ ગમ્યું કવિતાઓ પણ બંને મારી ગમતી જ છે. આપ સૌ આજુબાજુ છો અને આમ સિંચ્યા કરો છો. કંઈક ને કંઈક એટલે કાલુ ઘેલું કંઈક લખાયા કરે છે. કાવ્ય વિશ્વમાં આટલું સ્થાન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર લતાબેન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *