જયશ્રી મર્ચન્ટ ~ આ તું * Jayshree Marchant

🥀 🥀

હું અને દરિયો….!

આ તું, આ સ્નિગ્ધ ક્ષણોના પહાડ ને આ હું અને દરિયો!
આ નયનનું ગગન આ કાજળના વાદળ ને હું અને દરિયો!

આ તારી હસ્તરેખા,  ને આ મારા ખાલી હાથ  ને હું અને દરિયો!
આ તારા હાથોની મહેંદી, મારું રંગહીન નસીબ ને હું અને દરિયો!

આ તારા કેશ, આ ચમેલીની તરંગી સુગંધ ને હું અને દરિયો!
આ તારા સ્પર્શની વાછટ, આ અધરોની ઘટા સઘન ને હું અને દરિયો!

આ પીગળતું હવાનું મીણ, આ ધુમ્મસિયા શ્વાસ ને હું અને દરિયો!
આ રોમરોમ પ્રત્યક્ષ તું, ને આ અફાટ તરસનું રણ ને હું અને દરિયો!

આ તું, આ રેશમી રાત, આ સરકતું ગવન, ને આ હું અને દરિયો!
આ વણથંભી સફર, આ પ્રતીક્ષા જન્મોની, આ તું , આ હું અને દરિયો!

~ જયશ્રી વિનુ મરચંટ

આ ગીતની ઓડિયો ક્લિપ માણો.

4 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    પંચેન્દ્રિયોથી પામીને ઝૂમી ઉઠવાનું અને ખુલ્લા થઈ ગાવાનું મદમસ્ત ગીત

  2. ખુબ સરસ ગીત ખુબ ગમ્યુ

  3. ખૂબ જ સરસ ગીત, શબ્દો.

  4. Minal Oza says:

    ઉન્મત્ત ભાવોનું સરસ ગીત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: