મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ ~ આજ મહારાજ

🥀🥀

*સાગર અને શશિ*

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

~ મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’ (20.11.1867 – 16.6.1923)  

કવિ કાન્તની આ ઉત્તમ રચનાઓમાંની એક છે. માત્ર એક જ સંગ્રહ ‘પૂર્વાલાપ’ આપીને સાહિત્યમાં તેઓ પોતાનું નિશ્ચિત સ્થાન બનાવતા ગયા. કાન્તે જલ ઉપર ચંદ્રનો ઉદય જોયો એવો કોઈએ જોયો નથી! ખંડકાવ્યમાં કાન્તની પ્રતિભા ખીલી ઊઠે છે.  

🥀🥀

1 thought on “મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ ~ આજ મહારાજ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *